કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને મળશે અનેક લાભ, કેવી રીતે કરશો અરજી?


કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને મળશે અનેક લાભ, કેવી રીતે કરશો અરજી?
નવી દિલ્હી: અર્થ વ્યવસ્થાને મંદીમાંથી ઉગારવા માટે જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના બીજા હપ્તાની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે પણ એક મોટુ એલાન કર્યું છે. જેમાં દેશના 2.5 કરોડ ખેડૂતોને આગામી દિવસોમાં ક્રેડિટ કાર્ડ પૂરા પાડવામાં આવશે. આ માટે 2 લાખ કરોડ રૂપિયા સુધીની રકમ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.

નાણામંત્રીએ જણાવ્યું કે, આ સુવિધા કૃષિ આધારિત કાર્ય કરતાં ખેડૂતો ઉપરાંત પશુ પાલકો અને માછીમારોને પણ આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમને આ રાહત આપવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ સાથે જ નાના અને સીમાંત ખેડૂતો માટે 30 હજાર કરોડ રૂપિયાનું પેકેજ લાવવામાં આવ્યું છે. આ રકમ રાજ્ય સરકારોને આપવામાં આવશે. જેનાથી ખેડૂતોને લાભ મળશે. 1 માર્ચથી 30 એપ્રિલ દરમિયાન આવી 63 લાખ લોન મંજૂર કરવામાં આવી છે. આ લોન માટે 86,600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાબાર્ડને 29,000 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. જેથી ગ્રામ્ય સ્તરે બેંકોને ફંડિંગ કરવામાં આવી શકે. આ તમામ કામ કોરોના સંકટ સામે લડવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન થઈ રહ્યાં છે. રાજ્યો તરફથી ખેડૂતોને 6,700 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂતોને ક્રેડિટ પર ફાળવેલા 4 લાખ કરોડ રૂપિયાની લોનની ચૂકવણીની મુદ્દત 31-મે સુધી વધારી દેવામાં આવી છે. મુદ્દતમાં વધારો કરવા સાથે જ ખેડૂતોને સમય પર ચૂકવણી પર મળનારા વ્યાજમાં છૂટની સુવિધા પણ યથાવત રહેશે. દેશમાં અત્યાર સુધી 9.13 લાખ કરોડ ખેડૂતો PM કિસાન યોજના સાથે જોડાઈ ચૂક્યાં છે. 14 ફેબ્રુઆરીએ આ સ્કીમ સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓને મોદી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવાની જાહેરાત કરી હતી.
કેવી રીતે કરશે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી?
જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી તમારૂ કિસાન ક્રેડિટ કાર્ડ નથી બન્યું? તો આ માટે ખૂબ જ સરળતાથી અરજી કરી શકાય છે. આ માટે તમારે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવાનું રહેશે. અહીં KCC Form Download પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં જરૂરી જાણકારી અને ડોક્યુમેન્ટ એટેચ્ડ કર્યા બાદ તમારે બેંકને સોંપવાની રહેશે. જ્યાં વેરિફિકેશનની પ્રક્રિયા બાદ તમને 2 થી 3 દિવસની અંદર કાર્ડ ઈસ્યૂ કરવામાં આવશે.

ઉપયોગી યોજનાની માહિતી માટે માત્ર અમારા મોબાઇલ નંબર  વોટ્સએપ નંબર 9408386862 પર JOIN લખી મેસેજ કરવો

નોંધ:: માત્ર વોટ્સએપમા જ મેસેજ કરવો..તમને ગ્રુપની લીંક આપવામા આવશે તેના પર ક્લિક કરી ગ્રુપ જોઇન કરવુ

કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને મળશે અનેક લાભ, કેવી રીતે કરશો અરજી? Rating: 4.5 Diposkan Oleh: MISSION EXAM