આત્મ નિર્ભર ભારત અભિયાન 20 લાખ કરોડ પેકેજ Nirmala Shitaraman

આત્મનિર્ભર ભારતનો અર્થ થાય છે એક આત્મવિશ્વાસીભારત

આત્મનિર્ભર ભારતનો અર્થ એક આત્મવિશ્વાસી ભારત છે, જે સ્થાનિક સ્તરે ઉત્પાદનો બનાવીને વૈશ્વિક ઉત્પાદનમાં ફાળો આપે છે,નહીં કે તે પોતાના પુરતું સીમિત રહે. માટે લોકલ બ્રાન્ડને વિશ્વમાં ઓળખ આપાવવી પડશે

આત્મ નિર્ભર ભારત અભિયાન 20 લાખ કરોડ પેકેજ Nirmala Shitaraman
નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા

આવકવેરા ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 કરાઈ, જ્યારે ટેક્સ ઓડિટ 31 ઓક્ટોબર સુધી કરી શકાશે.

કન્સ્ટ્રક્શન કંપનીઓને બાંધકામ પૂર્ણ કરવાની અને રજિસ્ટ્રેશન કરવાની તારીખમાં 6 મહિનામાં વધારો કરાયો

માર્ચ 2021 સુધી TDS અને TCS દરોમાં 25 ટકાનો ઘટાડો કરાયો, આ ઘટાડાથી 50000 કરોડનો ફાયદો થશે.

સરકારી કામ કરતા તમામ કોન્ટ્રાક્ટર અને સેન્ટ્રલ અેજન્સીઅોનું કામ કરવાની અવધિ ૬ મહિના વધારાઇ

રેલવે માર્ગના કામના કોન્ટ્રાકટર્સને 3 થી 6 મહિનાની રાહત આપવામાં આવશે. તેમની બેન્ક સિક્યોરિટીને આંશિક રીતે ઉપાડી શકશે

વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે 90 હજાર કરોડની જાહેરાત

15000થી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ છે તેમનું PF 12-12 ટકાને બદલે 10-10 ટકા જમા કરવાનું રહેશે. જો કે સરકારી કર્મચારીઓ માટે આ લાગુ નહીં પડે.

NBFC સેક્ટર માટે ૩૦ હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત

નાણામંત્રીનો અૈતિહાસિક નિર્ણય સરકારના 200 કરોડ નીચેના કોઇ પણ ટેન્ડરમાં વિદેશી કંપનીઅો ટેન્ડર નહીં ભરી શકે

ફંડ્સ ઓફ ફન્ડ્સ: 50000 કરોડ ઇકવીટી ઇન્ફ્યૂઝમેન્ટ મળશે. સામાન્ય MSME જે સારું પરફોર્મ કરી રહી છે તેને લાભ મળશે : નાણાંમંત્રી

MSME સેક્ટરમાં ૩ લાખ કરોડના પેકેજથી 45 લાખ અેકમોને મદદ કરશે: નાણામંત્રી

MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન : નાણામંત્રી

આત્મનિર્ભર યોજના વિષે દરરોજ ક્રમિક માહિતી આપવામાં આવશે. આ વચ્ચે ગરીબો અને જરૂરિયાતમંદો પ્રાથમિકતા આપવામાં આવશે : નાણામંત્રી

નિર્મલા સિતારમણે કહ્યું આત્મનિર્ભર ભારત એટલે એનો અર્થ એવો નથી કે દેશને વૈશ્વિક બજારથી આઈસોલેટ કરવો

રાહત પેકેજ માટે તમામ મંત્રાલયો અને સમાજના ઘણા વર્ગો સાથે પણ આની ચર્ચા થઈ છેઃ નાણામંત્રી

લોકલ બ્રાન્ડ્સનું વૈશ્વિક સ્તરે વેલ્યુએશન થાય તે ધ્યેય, PPE અને માસ્કનું ઉદાહરણ દર્શાવે છે કે ભારત પાસે અખૂટ ક્ષમતા છે : નિર્મલા સીતારમણ

પ્રધાનમંત્રી મોદીએ પેકેજ જાહેર કરી દેશ સામે નવું વિઝન રાખ્યુંઃ નાણામંત્રી સિતારમણ

ગઈ કાલે પીએમ મોદીએ સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને અને તમામ મંત્રાલયો સાથે ચર્ચા કરીને દેશની વૃદ્ધિ વધારવા અને આત્મનિર્ભર બનાવવા માટે આ પેકેજની જાહેરાત કરી છે : નિર્મલા સિતારમણ

સતત ત્રણ દિવસ પેકેજ પર વિસ્તૃત જાહેરાત થશે
PM મોદી દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાતના પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ત્રણ દિવસ આ પેકેજ પર વિસ્તૃત જાહેરાત કરશે. જેમાં... 
આજે ગરીબો માટે જાહેરાતો થશે,

કાલે મધ્યમવર્ગ અને ઉદ્યોગો માટે અને

શુક્રવારે કંપનીઓ માટે જાહેરાત કરશે.

આત્મ નિર્ભર ભારત અભિયાન 20 લાખ કરોડ પેકેજ Nirmala Shitaraman Rating: 4.5 Diposkan Oleh: MISSION EXAM